Saturday, December 10, 2016

ડિજિટલી યોર્સ!

Sandesh - Sanskaar Purti - 11 Dec 2016
મલ્ટિપ્લેક્સ
અમેરિકામાં ફ્કિશન જોનરમાં ઉત્તમોત્તમ કામ આજે ફ્લ્મિોમાં નહીં, પણ ટીવી પર થઈ રહ્યું છે. તબલાતોડ ગુણવત્તા ધરાવતા 'બ્રેકિંગ બેડ' અને 'ગેમ ઓફ થ્રોન્સ' જેવા અમેરિકન શોઝ માણી શકતી આજની ૧૬થી ૪૦ વર્ષની શહેરી સોફ્સ્ટિીકેટેડ પેઢીને ચીલાચાલુ હિન્દી સીરિયલો શા માટે ગમે? બસ, ટીવીની આ ખામીને સરભર કરવાના આશય સાથે જ વેબ શ્રેણીઓ ત્રાટકી છે.

‘તો હવે આપણે પહેલાં બે એપિસોડ્સ બેક-ટુ-બેક જોઈએ?’ મુંબઈમાં જુહુ સ્થિત એક મલ્ટિપ્લેકસના હકડેઠઠ ભરાયેલા ઓડિટોરિયમમાં એક ઘેઘૂર દાઢીધારી આદમી કોડલેસ માઈક્રોફોન પર ઓડિયન્સને કહી રહૃાો હતો, ‘…એન્ડ આઈ હોપ કે આ મલ્ટિપ્લેકસવાળા અત્યારે રાષ્ટ્રગીત પ્લે ન કરેે!’
જનગણમન વિશે ઘસાતી કમેન્ટ? જો કે તે સાંભળીને ઓડિયન્સમાં ટેન્શન પ્રસરવાને બદલે ખડખડાટ હાસ્યનું મોજું ફરી વળે છે. દેખીતું છે. ઓડિટોરિયમમાં આમેય ‘પોલિટિકલી ઇન્કરેકટ’ કહેવાય એવા કન્ટેન્ટને સેલિબ્રેટ કરનારાઓનો શંભુમેળો ભરાયો છે એટલે આવી મજાકો તો થવાની જ.
અવસર છે, યુ-ટયૂબ અને સ્માર્ટ ફોન્સ અને વાઈફાઈની દુનિયામાં રમમાણ રહેનારાઓની ફેવરિટ ઓનલાઇન ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ ધ વાઇરલ ફિવર (ટીવીએફ્)ની નવીનક્કોર વેબ સિરીઝ ‘હ્યુમરસલી યોર્સ’ના લોન્ચિંગનું. મજા જુઓ. ટીવીએફ્ની એપ પર અને પછી યુ-ટયૂબ પર આ સિરીઝના એપિસોડ્સ દુનિયાભરના લોકો એક પણ પૈસો ખર્ચ્યા વગર પોતપોતાના મોબાઈલ કે કમ્પ્યૂટર સ્ક્રીન પર મફ્તમાં જોવાના છે, પણ એનું લોન્ચિંગ એક શાનદાર મલ્ટિપ્લેકસમાં ગોઠવાયું છે ને પહેલાં બે એપિસોડ્સનું સ્ક્રીનિંગ બોલિવૂડ-હોલિવૂડની કોઈ બ્લોકબસ્ટર ફ્લ્મિની જેમ મોટા પડદા પર થઈ રહ્યું છે. આ આખી વાત સૂચક છે, વેબ સિરીઝની વધી રહેલાં કદ તેમજ લોકપ્રિયતાના પ્રતીક જેવી છે.
ભલું થજો ઇન્ટરનેટનું કે આપણે હવે અપોઇન્ટમેન્ટ વ્યુઈંગના મોહતાજ રહૃાા નથી. રોજ રાતે સાડાઆઠ કે નવ કે સાડાનવ વાગે આખો પરિવાર મનગમતી સીરિયલો જોવા ટીવી સામે ગોઠવાઈ જાય તેને અપોઇન્ટમેન્ટ વ્યુઈંગ કહે છે. આમાં ઘરના યુવાનો જોકે મોટા પ્રમાણમાં ગેરહાજર રહેતા હોય છે. તેમને સાસ-બહુના ઝઘડામાં કે નાગણી બની જતી સ્ત્રીમાં રસ પડતો નથી. જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલો પર વર્ષોથી જે પ્રકારના ફ્કિશન શોઝ આવે છે એની સાથે ખાસ કરીને શહેરનો યુવાવર્ગ આઇડેન્ટિફાય કરી શકતો નથી. ટીવી પર તેઓ ક્રિકેટ જોશે, તે સિવાય બહુ બહુ તો કોમેડી શોઝ, ડાન્સ અને મ્યુઝિકના ટેલેન્ટ-રિયાલિટી શોઝ, ‘ખતરોં કે ખિલાડી’ અને ‘રોડીઝ’ જેવું જોશે. યુવાનોને જકડી રાખે એવા, એમના જેવી ભાષા બોલતા, એમની માનસિકતા – સંઘર્ષો – સપનાં – મૂંઝવણોનું પ્રતિબિંબ પાડતા ફ્કિશન શોઝ જાણે બનતા જ નથી. કયારેક ‘ટ્વેન્ટીફેર’ જેવો શો આવી જાય છે, પણ તે અપવાદરૂપ હોવાના. અંગ્રેજી ભાષા સાથે પાક્કી દોસ્તી ધરાવતું યંગ ઓડિયન્સ આજે ઝી કેફે અને સ્ટાર વર્લ્ડ જેવી ચેનલો પર કે પછી ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને ‘બ્રેકિંગ બેડ’ અને ‘ગેમ્સ ઓફ્ થ્રોન્સ’ જેવા અમેરિકન શોઝ જુએ છે. ‘ફ્રેન્ડ્ઝ’ અને ‘બિગ બેન્ગ થિયરી’ જોતાં તેઓ થાકતા નથી. અમેરિકન ટીવીનો અત્યારે સુવર્ણકાળ ચાલી રહૃાો છે. અમેરિકામાં ફ્કિશન જોનરમાં ઉત્તમોત્તમ કામ આજે ફ્લ્મિોમાં નહીં, પણ ટીવી પર થઈ રહ્યું છે. તબલાતોડ ગુણવત્તા ધરાવતા અમેરિકન શોઝ માણી શકતી આજની ૧૬થી ૪૦ વર્ષની શહેરી સોફ્સ્ટિીકેટેડ પેઢીને ચીલાચાલુ હિન્દી સીરિયલો શા માટે ગમે?
બસ, ટીવીની આ ખામીને સરભર કરવાના આશય સાથે જ વેબ શ્રેણીઓ ત્રાટકી છે. વેબ શ્રેણીઓના અર્બન પાત્રો અડધું અંગ્રેજી-અડધી હિન્દી ભાષા બોલે છે, એવી જ ભાષામાં વિચારે છે. નિવડી ચૂકેલી વેબ સિરીઝમાં લખાણ સ્માર્ટ અને ફ્રેશ હોય છે, અભિનય સાચુક્લો હોય છે, તમામ તો નહીં પણ ઘણી બધી સિચ્યુએશન્સ જીવાતા જીવનની ઠીક ઠીક નજીક હોય છે. તેથી જ યુવા ઓડિયન્સને વેબ સિરીઝના પાત્રો પાતાનાં જેવા લાગે છે.
વેબ સિરીઝ માણવા માટે તમારે બે જ વસ્તુ જોઈએ – એક, મોબાઈલ ફોન અથવા કમ્પ્યૂટર અને બીજું, ઇન્ટરનેટ. બસ, પછી તમે તમારી અનુકૂળતાએ અને તમારા સમયે યુ-ટયૂબ પર કે જે-તે વેબ ચેનલની એપ પર તમારી મનપસંદ વેબ સીરિયલ જોઈ શકો છો. છેલ્લા કેટલાક સમયથી કોમેડીની, અને એમાંય સ્ટેન્ડ-અપ કોમેડીની ડિમાન્ડ ખાસી વધી છે. લોકો હવે કોમેડીની વધારે કદર કરે છે, વધારે ગંભીરતા લે છે. આથી વેબ સિરીઝમાં, પછી ભલે એ કેમેડી શો હોય કે સુવ્યાખ્યાયિત પાત્રો અને વાર્તાવાળો ફ્કિશન શો હોય, તેમાં રમૂજનું તત્ત્વ કેન્દ્રમાં રહે છે.

ટીવીએફ્ ચેનલે ૨૦૧૪માં ‘પરમેનન્ટ રૂમમેટ્સ’ બનાવી હતી. લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપથી બંધાયેલા અને પરણું-પરણું થઈ રહેલા એક અર્બન કપલની એમાં મજેદાર વાત હતી. ભારતની આ પહેલી સુપર સક્સેસફુલ ઓરિજિનલ વેબ સિરીઝ. તેનું લખાણ, પર્ફેર્મન્સીસ, ડિરેકશન અને ઓવરઓલ અપીલ એટલા તગડા હતા કે વેબ શ્રેણીઓની ગુણવત્તા માટે તેણે આપોઆપ એક માપદંડ સ્થાપી આપ્યો. ૨૦૧૫માં ટીવીએફ્ ‘પિચર્સ’ લઈને આવ્યું. એમાં સ્ટાર્ટ-અપ શરૂ કરવા માટે ઉધામા કરી રહેલા ટેકી યંગસ્ટર્સની કહાણી જોઈને ઓડિયન્સને મોજ પડી ગઈ. યશરાજ જેવા હિન્દી સિનેમાના અગ્રગણ્ય બેનરે ડિજિટલ વર્લ્ડમાં ભુસકો માર્યો અને ‘મેન્સ વર્લ્ડ’ (૨૦૧૫) કરતાંય ખાસ તો તેના પછીની ‘બેન્ગ બાજા બારાત’ (૨૦૧૬) નામની વેબ સિરીઝથી બનાવીને તરખાટ મચાવ્યો. વાત એ જ શાદી-બ્યાહની, પણ અંદાજ સાવ નિરાળો. આ વર્ષે ટીવીએફ્, કે જેણે હવે કાયદેસરના ડિજિટલ પ્રોડકશન હાઉસ અથવા તો સ્ટુડિયો તરીકે સજ્જડ શાખ બનાવી લીધી છે, તે ‘પરમેનેન્ટ રૂમમેટ્સ’ની બીજી સિઝન ઉપરાંત ભાઈ-બહેનોની અતરંગી રોડ-ટ્રિપવાળી ‘ટ્રિપલિંગ’ લઈને આવ્યું. આ બાજુ યશરાજના વાય ફ્લ્મ્સિ ડિપાર્ટમેન્ટે આ વર્ષે ‘લવ શોટ્સ’, ‘લેડીઝ રૂમ’ અને ‘સેકસ ચેટ વિથ પપ્પુ એન્ડ પાપા’ પણ બનાવી. આ સિવાય સ્વૂપવૂપ વેબચેનલની ‘બેક્ડ’, અર્રેની ‘આયેશા – માય વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ’, બ્લશની ‘અલિશા’ વગેરે સિરીઝ પણ ખૂબ ચાલી. વેબ સિરીઝની લોકપ્રિયતાનો અંદાજ એના પરથી માંડી શકાય છે કે અત્યાર સુધીમાં ૪૨ વેબ સિરીઝ ઓલરેડી બહાર પડી ચૂકી છે ને બીજી કેટલીય બની રહી છે.
યુ-ટયૂબ ચેનલોની વાત ચાલતી હોય તો ખરેખર તો એઆઈબીનો ઉલ્લેખ સૌથી પહેલાં કરવો જોઈએ (એઆઈબીનું ફુલ ફેર્મ અહીં ટાંકીશું તો કેટલાકની સુરુચિનો ભંગ થઈ જશે), કારણ કે એઆઈબી શરૂ કરનાર તન્મય ભટ, ગુરસિમરન ખંબા, રોહન જોશી અને આશિષ શાકયાને ભારતની વેબ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના પાયોનિયર યા તો ‘બિગ ડેડીઝ’ ક્હી શકય. (ડિજિટલ સ્પેસમાં ચાલી રહેલી આ બધી ગતિવિધિઓનું કદ ‘ઇન્ડસ્ટ્રી’ શબ્દ વાપરી શકાય એવડું થયું છે કે નહીં તે અલગ મુદ્દો છે.) એઆઈબીની અદકપાંસળી ટીમ અતિ ઉત્સાહમાં આવી જઈને કયારેક ન કરવાના કામ પણ કરી બેસે છે. યાદ કરો, કરણ જોહર-રણવીર સિંહ-અર્જુન કપૂરના સંગાથમાં કરેલો પેલો રોસ્ટ શો અને લતા મંગેશકર-સચિન તેંડુલકરની મજાક ઉડાવતો પેલો સ્નેપચેટ વીડિયો. આંકડા કહે છે કે માર્ચ ૨૦૧૫ સુધીમાં એઆઇબીની યુ-ટયૂબ ચેનલને ૧૦ કરોડ વ્યુઝ મળી ચૂકયા હતા અને મે ૨૦૧૬ સુધીમાં એમના સબસ્ક્રાઇબર્સનો આંકડો ૧૬ લાખને વટાવી ચૂકયો હતો. ટીવીએફના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 20 લાખના આંકડાને વટાવી ચુક્યો છે. 

ડિજિટલ સ્પેસમાં ઘણા નવા ખેલાડીઓ આવી રહૃાા છે. એમાં સોની ચેનલની ગુજરાતી વેબ ચેનલ (જેની ‘કાચો પાપડ પાક્કો પાપડ’ સિરીઝ હાલ પોસ્ટ પ્રોડક્શનના તબક્કમાં છે) પણ આવી ગઈ અને એકતા કપૂરનો સમાવેશ પણ થઈ ગયો. એકતાએ હમણાં એક જગ્યાએ સરસ વાત કહી કે, ‘આપણે પરિવારની સાથે બેસીને ટીવી પર એક વસ્તુ જોઈએ છીએ, થિયેટરમાં બસો-પાંચસો લોકોના સંગાથમાં બીજી વસ્તુ જોઈએ છીએ અને ઘરના એકાંતમાં પોતાના કમ્પ્યૂટર પર ત્રીજી વસ્તુ જોઈએ છીએ. એક ફેમિલી વ્યુઈંગ છે, બીજું કમ્યુનિટી વ્યુઇંગ છે અને ત્રીજું ઇન્ડીવિજ્યુઅલ વ્યુઇંગ છે. આ ત્રણેય પ્રકારના કન્ટેન્ટનું સ્વરૂપ જુદું જુદું હોવાનું. અમે ટીવી અને ફ્લ્મિો માટે કન્ટેન્ટ બનાવી ચૂકયા છીએ. હવે વારો વેબ કન્ટેન્ટ ક્રિયેટ કરવાનો છે. હું વધારે તો કશું નહીં કહું, પણ એટલું જરૂર કહીશ કે તે ખાસ્સું શોકિંગ હોવાનું.’
ભારતમાં વેબ ક્ન્ટેન્ટનું ક્ષેત્ર આવનારા સમયમાં એક્ઝકેટલી કેવો આકર ધારણ કરશે તે વિશે છાતી ઠોકીને કોઈ ક્હી શકે તેમ નથી. સૌ અખતરાં કરી રહૃાા છે. વેબ શ્રેણીઓ ઓલરેડી રિપિટિટીવ બની રહી છે. બેફામ જીવન જીવતાં, છૂટથી દેસી-વિદેશી ગાળો બોલતાં, દારૂ પીતાં, એક કરતાં વધારે પાર્ટનર સાથે સેકસ માણી ચૂકેલા અથવા માણી રહેલા વરણાગી યુવાન-યુવતીઓ – આ વધુ પડતાં વેસ્ટર્નાઇઝ્ડ કિરદારો હવે ક્યારેક બનાવટી અને બોરિંગ લાગે છે. વેબ ક્ન્ટેન્ટનું જે સુનામી આવી રહ્યું છે તેમાં ક્ચરો પણ પ્રચંડ પ્રમાણમાં હોવાનો.
આખરે તો જે ખરેખર સારું હશે એ જ ચાલશે ને લોક્પ્રિય બનશે. પહેલાં આપણી પાસે ફ્કત ફ્લ્મિ સ્ટાર્સ હતા, પછી ટીવી સ્ટાર્સ આવ્યા, હવે ડિજિટલ સ્ટાર્સ પણ આવી ગયા છે. આજે સુમિત વ્યાસ અને નિધિ સિંહ (પરમેનન્ટ રૂમમેટ્સ, ટ્રિપલિંગ), અંગીરા ધર (બેન્ગ બાજા બારાત), નવીન કસ્તુરીયા (પિચર્સ), તન્મય ભટ, વગેરે સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે. આ લિસ્ટમાં હવે એક ઓર નામ ઉમેરાવાનું છે – વિપુલ ગોયલ. મુંબઈના મલ્ટિપ્લેકસમાં પેલા દાઢીધારી મનુષ્યે (અરુણભ કુમાર, ટીવીએફ્ના ફાઉન્ડનર અને ચીફ્ એકિઝકયુટિવ ઓફ્સિર નહીં, પણ ચીફ્ એકસપેરિમેન્ટ ઓફ્સિર) ‘હ્યુમરસલી યોર્સ’ નામની જે બ્રાન્ડ-ન્યૂ વેબ સિરીઝનું લોન્ચિંગ કર્યું તેમાં વિપુલ ગોયલ મુખ્ય ભૂમિકા ભજવે છે. શોની રાઇટિંગ ટીમમાં પણ તેઓ સામેલ છે. સ્ટેન્ડઅપ કોમેડીઅનોની જિંદગીનો રમૂજી કલોઝઅપ આ શોમાં લેવાયો છે. પહેલાં બે એપિસોડ્સ જબરા એન્ટરટેનિંગ છે. ટીવીએફ પ્લે એપ જો હજુ સુધી ડાઉનલોડ ન ક્રી હોય તો કરી લેજો કેમ કે ‘હ્યુમરસલી યોર્સ’ સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. જો જો. મજ્જા પડશે. 
0 0 0 

No comments:

Post a Comment